fbpx
ગુજરાત

દીકરીની છેડતીની ફરિયાદ કરવા પહોંચેલા માતાપિતાને યુવકના પરિવારે માર્યો માર

નાના વરાછા ખાતે તરુણીના માતાપિતાને છેડતી કરનાર યુવકના પરિવાર માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આરોપી ધોરણ-૧૦માં અભ્યાસ કરતી તરૂણીની છેલ્લા બે વર્ષથી છેડતી કરતો હતો. એટલું જ નહીં, તે તરુણીને જાહરેમાં જ અપશબ્દ બોલતો હતો. તરુણીનો પરિવાર આ યુવાન અને તેના પરિવારને સમજવા ગયા હતા ત્યારે યુવાનના પરિવારે તરુણીના માતાપિતાને માર માર્યો હતો. એટલું જ નહીં, યુવકે તરુણીની તસવીરી અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.

સુરતના નાના વરાછા ખાતે પરિવાર સાથે રહેતી અને દોરણ-૧૦માં અભ્યાસ તરુણીને તેની શેરીમાં રહેતો અભય રામજીભાઇ ત્રાડા છેલ્લા બે વર્ષથી પીછો કરી, ગંદા ઈશારા કરી હેરાન કરતો હતો. તરૂણી આ મામલે ચૂપ રહેતી હતી અને ચૂપચાપ સ્કૂલ અને પરિવારના કામ અર્થે બહાર જતી હતી. શરૂઆતમાં તરુણી યુવકની હેરાનગતિ તરફ ધ્યાન આપતી ન હતી. જાેકે, યુવાને હદ પાર કરી દેતા તરુણીને તેના માતાપિતાને જાણ કરી હતી.

જાેકે, યુવાન, તેની માતા રેખાબેન, પિતા રામજીભાઈ અને ભાઈ દર્પણ એકઠા થઈને તરુણીના ઘરે પહોંચ્યા હતા અને તેના માતાપિતા સાથે મારપીટ કરી હતી. સાથે એવી ધમકી આપી હતી કે હવેથી ઝઘડો કરશો તો તરુણીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું. યુવાનની આવી હરકતોથી કંટાળીને તરુણીના માતાપિતા ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. કાપોદ્રા પોલીસે આ કેસમાં યુવાન અને તેના પરિવાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/