fbpx
ગુજરાત

સુરતમાં ૧.૯૦ કરોડની છેતરપિંડીના ગુનામાં સરથાણાના પી.આઇ વિરુદ્ધ ગુનો દાખલ

સુરતમાં ૧.૯૦ કરોડની છેતરપિંડીના ગુનાની ફરિયાદ નહીં નોંધી અરજી દફતરે નોંધવાના ગંભીર પ્રકરણમાં કોર્ટે સરથાણા પી.આઈ. જી.એ. પટેલ સામે ગુનો નોંધવા દુકમ કર્યો છે. સત્તાવાર રીતે સીઆરપીસી કલમ ૧૫૪ (૧) મુજબ ફરિયાદ દાખલ કરી ડી.સી.પી.ને તપાસ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. એડિશનલ સિનિયર સિવિલ જજ કે.એમ. ગોહેલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ નહીં કરવા બદલ સી.આર.પી. સી.ની કલમ ૧૬૬ (ક) હેઠળ રાજય સેવક દ્વારા કાયદાના આદેશની અવગણના બદલ આ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે.

કેસમાં ફરિયાદી જયદીપ છગન નાથાણીએ ગત તા. ૨૮-૯-૨૦૨૦ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ ૪૦૬ અને ૪૨૦ કલમ મુજબ સરથાણામાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પી.આઈ. જી.એ. પટેલ દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવાને બદલે ગત તા. ૧૬-૧૨-૨૦૨૦ના રોજ ફરિયાદ દફતરે કરી દીધી હતી. જેને પગલે ફરિયાદીએ કોર્ટનું શરણું લેતા સિવિલ કોર્ટે પી.આઈ. જી.એ. પટેલ સામે ફરિયાદ દાખલ કરી ડી.સી.પી.ને તપાસ કરવા અને રિપોર્ટ ૬૦ દિવસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હુકમ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/