fbpx
ગુજરાત

ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભામાં હાલમાં સત્ર ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવારે આ વિધાનસભા સત્રને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મોટા સમાચાર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને છે.મળતી માહિતી અનુસાર, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સવાલ પૂછ્યો હતો કે ભાવનગરના ઁજીૈં અને ગૃહમંત્રીને શું સંબંધ છે ? ઁજીૈં સામે પગલા લેવામાં આવે.
જાે કે જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના ચાલુ ગૃહ દરમિયાન અચાનક ઉભા સવાલ કર્યો હતો , ત્યારે પરવાનગી વગર ઉભા થવા બદલ તેઓને સ્પીકર દ્વારા આજના દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે વિધાનસભા ગૃહમાં ઇ્‌ૈં એક્ટિવિસ્ટ અમરાભાઈ બોરીચાની હત્યાનો મુદ્દો ઉઠ્યો હતો, જેમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઇ્‌ૈં એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts