fbpx
ગુજરાત

પૈસા બાબતે ઝઘડો થતા યુવકની બીજી પત્નિને લાગી આવતા આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

સુરતમાં રહેતા યુવાને વતન બિહાર ખાતે પહેલી પત્ની હોવા છતાં સુરતમાં બીજા લગ્ન કર્યા હતા. જાેકે વતન ખાતે રહેતી પત્નીને રૂપિયા નહીં આપતા વતનમાં રહેલી પહેલી પત્નીએ સુરતમાં રહેતી પતિની બીજી પત્ની સાથે રૂપિયા બાબતે ઝઘડો કર્યો હતો. તે વાતનું લાગી આવતા સુરતમાં રહેતી બીજી પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મૂળ બિહારનો વતની અને હાલમાં મોરાગામમાં તપોવન સોસાયટીમાં રહેતા શિવકુમાર પાસવાનની પત્ની બાળકો સાથે વતનમાં રહે છે. આ દરમિયાન યુવાને બીજા લગ્ન કર્યા હતા અને બીજી પત્ની લક્ષ્મી સાથે સુરતના હજીરા ખાતે રહેતો હતો. બે પત્ની રાખનાર યુવાન પહેલી પત્નીને વતનમાં રૂપિયા મોકલતો હતો. જાેકે કોરોના મહામારી વચ્ચે હજીરાની કંપનીમાં નોકરી બરાબર ના ચાલતી હોવાને લઈને વતનમાં રહેતી પહેલી પત્નીને રૂપિયા મોકલવાનું બંધ કર્યું હતું.

આથી પહેલી પત્નીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાની તકલીક પડતા પહેલી પત્નીએ પતિની બીજી પત્નીને સુરત ખાતે ફોન કરી રૂપિયા બાબતે ફોન પર ઝઘડો કરી અપશબ્દો કહ્યા હતા. જેને લઈને બીજી પત્ની લક્ષ્મીને લાગી આવ્યુ હતું. આથી સુરત ખાતે રહેતી બીજી પત્નીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણકારી પતિએ પોલીસને આપતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/