fbpx
ગુજરાત

રાજ્યમાં લૉકડાઉન કે દિવસનો કફ્ર્યૂ નહિ આવેઃ મુખ્યમંત્રીની સ્પષ્ટતા

રાજ્યભરમાં લૉકડાઉનની ચાલતી અટકળો પર મુખ્યમંત્રીએ પૂર્ણ વિરામ મૂક્યું, શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થતા હોવાથી બંધ કરાયાં, કોરોના વકરતાં ગુજરાત સરકાર જાહેર કાર્યક્રમ નહીં કરે, ભાજપે પણ રદ્દ કર્યાં કાર્યક્રમ

લોકોના સાંત્વના આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં ત્રણ વાર કોરોનાની પીક લહેર આવી ચૂકી છે, ત્યારે પણ સંયમપૂર્ણ ધૈર્ય સાથે એ પીકને પણ વટાવી છે
અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કફ્ર્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.

લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, ૧૦૪, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.

મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો ર્નિણય કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં ત્રણવાર કોરોનાની પીક લહેર આવી ચૂકી છે. ત્યારે પણ સંયમપૂર્ણ ધૈર્ય સાથે એ પીકને પણ વટાવી છે. સરકારે બધી તૈયારી કરી છે. લોકોએ પેનિક થવાની જરૂર નથી. પણ સાવચેત રહેવાની જરૂર છે. તેથી જ બધા અવશ્ય માસ્ક પહેરે. ભીડે એકઠી ન કરો. સોશિયલ ડિસ્ટન્સ જળવાય જરૂરી છે. તકેદારી રાખવી જાેઈએ. હાલ બે જ ઈલાજ છે. માસ્ક અને વેક્સીનેશન, તેથી માસ્ક પહેરો અને વેક્સીનેશન ઝડપથી કરાવો. આ સાયકલને સારી રીતે પાર પાડીશું અને સંક્રમિત લોકોને સરાકરે ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરી છે. ઝડપથી સાજા થાય તે રીતની વ્યવસ્થા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ ૬૦ હજાર બેડ તૈયાર રાખ્યા હતા. હાલ જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડનો આદેશ આપ્યો છે. તે મુજબ સરકાર રોજ રિવ્યૂ કરે છે. મહારાષ્ટ્રમાઁથી આવતા લોકોનું ગુજરાત બહારથી આવતા લોકોનું સ્કેનિંગ કરી રહ્યાં છે. અવનજવન ચાલુ છે ત્યારે સાવચેતી પણ લીધી છે. ભાજપે પણ બધા કાર્યક્રમો સ્થગિત કર્યાં છે. સરકારે પણ કાર્યો મોકૂફ રાખ્યા છે. બજેટ સત્ર છે તેથી તેમાં સમયસર બજેટ પસાર કરવુ પડશે.

બે દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો ર્નિણય લીધો છે, જેને પગલે ૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/