fbpx
ગુજરાત

પિતા-પુત્ર પાસેથી ૧૩ લાખ ખંખેખરનાર મહિલા પોલીસના સકંજામાં

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા કલાર્કના પુત્ર સાથે આર.એફ.ઓની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ૧૩ લાખની ઠગાઇ કરવામાં આવી છે. આ છેતરપિંડી બારડોલીની એક મહિલાએ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બારડોલીની આ મહિલાનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. આ મહિલાએ ભૂતકાળમાં પણ નકલી નાયબ કલેકટર બની બિલ્ડર પાસેથી ૧ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.

ડેડીયાપાડા ખાતે રહેતા અને સાગબારા ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરતા શાંતિલાલ ચૌધરીના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી વિશ્વાસમાં લઈને નકલી ડીએસપી બનીને બારડોલીની મહિલાએ રૂપિયા ૧૩ લાખ રોકડા લઈ છેતરપિંડી કરી છે. જંગલ ખાતામાં આર.એફ.ઓની નોકરી આપવાના વાયદા કરી રૂપિયા ખંખેરી લેતા મામલો ડેડીયાપાડા પોલિસ સ્ટેશને પહોચ્યો છે.

પોલીસે કૃતિક ચૌધરીની ફરિયાદ નોંધીને નકલી ડીએસપીને એક્સયુવી વૈભવી કારની સાથે પોલીસે ડ્રેસ ઉપરાંત પોલીસ નામનું બોર્ડ કબજે કર્યું છે. જેની તપાસ ચાલુ કરી છે. નકલી ડી.એસ.પી મહિલાનું પુરું નામ નેહા ધર્મેશ પટેલ છે. તે ૧૦૩ બાબેન બંગલો તાલુકો બારડોલી જિલો સુરતની રહેવાસી છે.

આ નકલી મહિલા ડીએસપીએ કતારગામમાં એક બિલ્ડર સાથે પણ છેતરપિંડી કરી છે. જેનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ૧ કરોડની એક બિલ્ડર સાથે છેતરીપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મહિલા જે પોલીસ નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દાનો રૂવાબ છાંટીને લોકો સાથે છેતરીપિંડી કરતી હતી. આ મહિલા પોતે મુખ્યમંત્રીના પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું ફરિયાદી કૃતિક ચૌધરીના પરિવારની સાથે વાતો કરતી હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0