fbpx
ગુજરાત

નાગરવાડા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લિકેજ થતા આગથી અફડાતફડી મચી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગમાંથી આગની જ્વાળાઓ નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. ગેસ પાઇપલાઇન લીકેજ થવાથી આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવવા સતત એક કલાક સુધી પ્રયત્ન કર્યો હતો.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ઘીકાંટા રોડ ઉપર આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષ કપડાની દુકાન પાસે ગઈકાલે ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાનું કામ કરવામાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે આજે બપોરે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ ૧૦ ફૂટ જેટલી ઊંચે સુધી જાેવા મળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં આવી શકી ન હતી. આખરે ગેસ વિભાગે ગેસ પુરવઠો બંધ કરતા આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટેલિફોન લાઇન નાખવાની કામગીરીના પગલે આ ઘટના ઘટી હતી. સ્થાનિક પોલીસ સ્ટાફ તથા ગેસ શાખાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાના પ્રયાસ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/