fbpx
ગુજરાત

રસ્તામાંથી મળેલા ૫૦ હજાર રુપિયા બે બાળકોએ પોલીસને સોંપ્યા

મોડાસાની એક ઘટનામાં નાના બાળકોમાં ઈમાનદારી અને પોલીસની મદદ બંને સંસ્કાર જાેવા મળ્યા છે. નાનપણથી મળેલા સંસ્કાર બાળકોને ઈમાનદારીના માર્ગે લઈ જાય છે. આવો જ એક કિસ્સો મોડાસા શહેરમાં બન્યો હતો. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી પસાર થતા બે બાળકોને ૫૦ હજાર રોકડાનું બંડલ મળી આવતા બંને બાળકો આશ્ચર્યચકિત બન્યા હતા અને ૫૦ હજારનું બંડલ તેમના માતાપિતાને સોંપી દીધું હતું. માતાપિતા તુરંત સમજી ગયા અને બાળકોને એક નવા સંસ્કાર તરફ લઈ જવાના પગલા માંડ્યા. જે બાદમાં બંને બાળકો તેમના વાલી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા.
બાળકોએ તેમને મળેલા ૫૦ હજાર રૂપિયાનું બંડલ સુપ્રત કરતા ટાઉન પીઆઈ ગોહીલ અને પોલીસકર્મીઓએ બાળકોની ઈમાનદારીની સરાહના કરી હતી. સાથે જ પોલીસે ૫૦ હજાર ગુમાવનાર માલિકની શોધખોળ હાથ ધરી છે. સમાજ જીવનમાં આધુનિક રહેણીકરણીમાં પરિવાર સાથેનો મેળાપ ઘટ્યો છે. વાત લાગણીઓની હોય કે સંસ્કારની કચાસ જાેવા મળે જ છે.
ખૂબ ઝડપી બની ગયેલા જીવનમાં કમાણીની લ્હાયમાં સંસ્કારોનું સિંચન ચૂકી જવાય છે. આ સંસ્કારો શાંતિપૂર્ણ જીવનનો પથ હોય છે. જેમાંથી પ્રામાણિકતા જન્મે છે. એક બીજા સાથેનો આદર ભાવ જન્મે છે. મોડાસાના આ બાળકોએ આજે પોતાના પોતાના મા-બાપના ઘડતરને ઉચ્ચ કક્ષાએ મૂકી દીધું છે.

Follow Me:

Related Posts