fbpx
ગુજરાત

ભાજપ અધ્યક્ષ પાટીલે કરવેરામાં રાહત આપવા સુરત મેયરને પત્ર લખ્યો

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કરવેરામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ એવો કોઇ ર્નિણય કરવા માંગે છે કે જેનાથી લોકોને ખરેખર આર્થિક રાહત મળવા સાથે મહાનગરપાલિકા કરવેરાની જંજાળમાંથી છુટકારો મળે.

થોડા દિવસ પહેલાં શાસકોએ ૧૫ ચોરસ મીટરનો એરિયા ધરાવતા લોકોને કરવેરામાં સંપૂર્ણ માફી આપવાનો ર્નિણય કર્યો હતો. ભાજપના સી.આર.પાટીલ આ ર્નિણયને આવકાર્યો હતો પરંતુ આનાથી સંતોષ નહીં માનનારા સી.આર.પાટીલ એવું માને છે કે, નાના ઘરમાં રહેતા પરિવારને કર માળખામાંથી સંપૂર્ણ રાહત મળવી જાેઈએ. આ માટે તેમને ૧૫ ચોરસ મીટર સુધી સંપૂર્ણ રાહત અને ૧૫ થી ૨૫ ચોરસ મીટર સુધી ઘર માટે કરવેરામાં ૫૦ ટકા અને કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો ૨૫ ટકા રાહત આપવા સુરત મનપાના પદાધિકારીઓને લેખિત ભલામણ કરી સત્તાવાર ર્નિણય લેવા સૂચના આપી.
આ અંગે સી.આર, પાટીલે જણાવ્યું હતું કે, શહેરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પ્રાથમિક સુવિધાઓ મળવા ઉપર કરવેરામાં અનુભૂતિ થાય એવી રાહત મળવી જાેઈએ અને આગામી દિવસોમાં ગરીબી મધ્યમ વર્ગીય પરિવારોના મનના સપના સાકાર થાય એવા ર્નિણયો કરવાની દિશામાં મનોમંથન ચાલી રહ્યું છે. કદાચ એ લોકો એ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0