fbpx
ગુજરાત

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી હતી. સોમવારે માર્કેટ શરૂ થતાં જ મનપા કમિશનર, મેયર અને કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ માટે મુકેલા સચિવ એમ. થેંનારસને માર્કેટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હતું. સાથે જ અહીં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે. કેસો વધતા સુરતમાં રાત્રે ૯થી ૬ વાગ્યા સુધી કર્ફયુ પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. બીજી તરફ વધતા જતા સંક્રમણને લઈને સુરતમાં પોસ્ટ દ્વારા શનિવારે અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો ર્નિણય લીધો હતો.

સોમવારે કાપડ માર્કેટ શરૂ થતા જ મનપા કમિશનર બી. એન. પાની, મેયર હેમાલી બોઘાવાળા, કોરોનાની સ્થિતિને નિયંત્રણ માટે ખાસ નિયુક્ત અધિકારી એમ. થેંનારસન કાપડ માર્કેટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઈલ માર્કેટમાં વધુ કેસો સામે આવી રહ્યા હતા. જેને લઈને મનપા દ્વારા અહીં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts