fbpx
ગુજરાત

ઘોઘા હત્યાકાંડ મુદ્દે જિજ્ઞેશ મેવાણી વિધાનસભા ઘેરાવ કરે તે પહેલા અટકાયત

ગાંધીનગરના ઘોઘાના સણોસરા ગામે અનુસૂચિત વ્યક્તિની હત્યાની ઘટના બાદ ઁજીૈંની ધરપકડની માંગ સાથે આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. જિજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં આ મુદ્દે વિધાનસભા ઘેરાવો કરવાની તૈયારી કરવામા આવી હતી. તે પહેલા જ જિજ્ઞેશ મોવાણીની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર બહાર વિરોધ કાર્યક્રમને પગલે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ પહેલા પણ વિધાનસભામાં મેવાણીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

આ વિશે જિગ્નેશ મેવાણીએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે, રોસ્ટર પદ્ધતિ લાગુ થવા મામલે અનામત અંગે અનેક સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં રિઝર્વેશન એક્ટ ન હોવાના કારણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ટોટલ કેટલો બેકલોગ બાકી છે અને કેવી રીતે રોસ્ટરની પદ્ધતિ લાગુ થાય છે તેનાથી સમગ્ર ગુજરાતના અનુસૂચિત આદિવાસીઓ, ઓબીસી સમાજના ભાઈબહેનો બેખબર છે. સમગ્ર ગુજરાતમાં અનામતને લઈને શુ થશે તે વિશે માહિતી નથી. ૩૭૨ ઁજીૈં ની ભરતીમાં ઓબીસી અને એસટી સમાજનો છેદ ઉડાડવામાં આવ્યો છે. અનુસૂચિતો પરના હુમલાની આ ૧૪ મી ઘટના સામે આવી છે. છતાં હુમલાઓ પર કાર્યવાહી કરવામાં નથી આવતી. અમે ફક્ત વિધાનસભા બહાર પ્લે કાર્ડથી સવાલ પૂછવા માંગીએ છીએ. અમરાભાઈ બોરીચાના પરિજનો ૨૨ દિવસથી માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી અનુસૂચિતોના મિત્ર બનવા માંગતા નથી. ગુજરાતમાં અનુસૂચિતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને સવાલ પૂછવા દેવામાં નથી આવી રહ્યો. વિધાનસભામાં પણ આ અંગે સવાલ પૂછવા નથી દેવાતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સમગ્ર મામલે મૌન છે. સણોસરા ગામ મુદ્દે પીએસઆઇની ધરપકડ કેમ નથી તેનો જવાબ નથી આપવામાં આવી રહ્યો. પોસ્ટર લઈને સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ. અમારી વેદના વ્યક્ત કરવા માંગીએ છીએ.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0