fbpx
ગુજરાત

સુરતમાં અંદાજે ૭૧.૮૬ કરોડના મિલકતોના વેરા માફ કરાશે

શહેરના લગભગ ૯.૧૮ લાખ મિલકત માલિકોને અંદાજે ૭૧.૮૬ કરોડના વેરા માફ કરવામાં આવશે. શાસકોએ અગાઉ ૧૫ ચો. મીટર સુધીની રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાફી અને રાહત આપવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે થોડા આગળ વધીને ૨૫ ચો. મીટર ક્ષેત્રફળ ધરાવતી મિલકતોને વેરામાફી અને રાહત આપવા ભલામણ કરી હતી. આ દરમિયાન મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ વધુ પરિવારને રાહત આપવા સી. આર. પાટીલ સાથે ચર્ચા બાદ આજે મંગળવારે ૫૦ ચોરસ મીટર સુધીનું ક્ષેત્રફળ ધરાવતી રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોને વેરામાં ૨૫ ટકા રાહત આપવાનો ર્નિણય કર્યો હતો.

સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, નવા ર્નિણયને પગલે ૧૫ ચો. મીટરનું ક્ષેત્રફળ ધરાવતી શહેરની ૧.૧૧ લાખ મિલકતોને વેરા અને યુઝર્સ ચાર્જમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવશે. જ્યારે ૫૦ ચો. મીટર સુધી લગભગ ૭.૧૪ લાખ રહેઠાણ મિલકતોને મિલકતવેરો અને યુઝર્સ ચાર્જમાં ૨૫ ટકા માફી આપવાનો ર્નિણય કરાયો છે. રહેઠાણમાં કુલ ૮.૨૫ લાખ મિલકતોમાં વેરામાંથી રાહત મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/