સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ બદલાયાઃ લોકોમાં ચિંતા
સુરત શહેરમાં કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક રીતે પ્રસર્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે. સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા. પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી. હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફીક્કા પડી જવા, ખંજવાળ આવવી સહિતના લક્ષણો નવા દેખાતા તંત્રની ચિંતામાં વધારો છે.
સુરતમાં નવા સ્ટ્રેનને કારણે ચિંતા ઉભી થઈ છે. જાે તમને શરીરમાં કળતર, દુઃખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુઃખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી જેવાં લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે.
સુરતમાં દેખાતાં કોરોનાના નવા કેસોમાં મહત્તમ દર્દીઓમાં તાવની સમસ્યા ઓછી છે. પરંતુ જાે ઉપર મુજબના નવાં લક્ષણો જાેવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા પાલિકાએ લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત શહેરમાં પોઝિટિવ દર્દીઓ ક્વોરન્ટાઇનનો ભંગ કરે તો પાલિકાને જાણ કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
સુરતમાં કોરોનાના નવા ૫૭૭ કેસ નોંધાયા હતા, જેમાં સુરત શહેરમાં ૪૭૬ જ્યારે જિલ્લામાં ૧૦૧ કેસ નોંધાયા હતા. ઉપરાંત બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. જિલ્લામાં પણ કેસમાં ફરી એકવખત ઉછાળો આવ્યો છે.
Recent Comments