તાપીમાં નિયમોની ઐસી-તૈસીઃ લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ભેગ થયા
હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે. અને રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના વિક્રમી કેસો નોંધાઈ રહ્યા છે. કોરોનાનાં કેસો વધતાં તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. તેવામાં તાપીમાંથી એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો છે. તાપીમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને સંગીતના તાલે ઝૂમતાં હતા, જાણે કે તેઓમાં કોરોનાનો કોઈ ડર જ ન હોય. જાે કે વીડિયો વાઈરલ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાપી જિલ્લામાં વધુ એક વાર કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતી ઘટના સામે આવી છે. નિઝર તાલુકાના વેલદા ગામમાં યોજાયેલા લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાેગાભાઈ ભીખાભાઇ પાડવીના ઘરે લગ્નનું આયોજન કરાયું હતું. પણ આ લગ્નમાં મોટી સંખ્યામાં ઝૂમતા યુવાનોનો વીડિયો વાઈરલ થયો છે.
હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. અને અહીં યોજાયેલ લગ્ન પ્રસંગમાં કોઈપણ જાતની પરવાનગી વગર બેધડક ભીડ એકઠી કરાઈ હતી. લગ્નની કંકોત્રીમાં આયોજક દ્વારા બેન્ડ બોલાવાયો હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જાે કે વીડિયો વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને આ મામલે નિઝર પોલીસે બેન્ડ માલિક અને આયોજક જાેગાભાઈ ભીખાભાઇ પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Recent Comments