fbpx
ગુજરાત

સુરતમાં આરોપી ચાલુ ગાડીએ કૂદકો મારી ભાગવા જતા ઓવરબ્રિજથી નીચે પટકાતા મોત

સુરતમાં સતત કોરોનાનું સંક્ર્‌મણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ અમરોલી પોલીસે પકડેલા ચોરીના ગુનાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવર માટે ૧૦૮માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. ત્યારે આ આરોપી ચાલુ ગાડીએ કૂદકો મારી ભાગવા જતા ઓવર બ્રિજથી નીચે પટકાતા મોત થયાનો મામલો સામે આવ્યો છે.

સુરતમાં બનેલી આ વિચિત્ર ઘટનામાં આરોપીનું ઘટના સ્થળે જ મોત થયું છે. આરોપી કોરોનાથી સંક્રમિત થયો અને પોલીસના સાણસામાં હતો ત્યારે કાયદાથી છટકવા જતા મોત આંબી ગયું એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી ત્યારે સુરતની આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધસી આવ્યો હતો અને તેઓ પણ આ ઘટના જાણીને હેરાન થઈ ગયા હતા.

સુરતમાં કોરોના કાળમાં પોલીસની પ્રણાલી મુજબ ધરપકડ કરવામાં આવતા દરેક આરોપીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવે છે. આ આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ૧૦૮માં સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે તેણે એમ્બ્યુલન્સમાંથી ચાલુ ગાડીએ ઉતરી જઈને ભાગવા જતા બ્રીજ પરથી કૂદકો માર્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0