fbpx
ગુજરાત

બાપુનગર પીએસઆઇ વિરુદ્ધ આરોપીને છોડી મૂકતા પોલીસ કમિશ્નરને ફરિયાદ

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દુકાન બહાર વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં દેખાયો હતો..અને વેપારીએ જ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો. જાેકે પોલીસે તે શખ્સને છોડી દીધો હતો. તેમજ વેપારીએ પ્રશ્ન પૂછતા પીએસઆઈએ ઉદ્ધતાઈ પૂર્ણ વર્તન કર્યુ હોવાનો પણ પોલીસે આક્ષેપ લગાવ્યો છે.
વેપારીની દુકાનની બહાર પડેલા વાહનની બેટરી ચોરવાનો પ્રયાસ કરતા સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાયો હતો. વેપારીએ ચોરને પકડીને બાપુનગર પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસ કમિશ્નરની અરજીમાં આક્ષેપ કરાવવામાં આવ્યો છે, અરજીમાં અરજદારે લખ્યું છે કે તેઓ સુનિતા ડેકોરશનના નામથી વેપાર કરે છે, તેમણે તેમના સીસીટીવીને સ્માર્ટફોન સાથે જાેડાયેલું છે, તેઓ સોમવારે રાત્રીએ પોતાના ઘરે આરામ કરી રહ્યા હતા ત્યારે તેઓ તેમના ઓફિસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ નિહાળી રહ્યા હતા, તે દરમ્યાન તેમને કંઈક અજુતું લાગ્યું કે જેમાં તેમણે જાેયું કે ઓફિસની બહાર એક યુવકની હિલચાલ શંકાસ્પદ લાગી હતી,

આ યુવાનબહાર પાર્ક કરેલી લોડિંગ રીક્ષામાં કંઈક શંકાસ્પદ કાર્ય કરી રહ્યો હતો, અરજદારે તે શખ્સને ઝડપી લીધો હતો. સખ્તાઈ પૂર્વક પૂછ પરછ દરમ્યાન યુવકે તેનું નામ જણાવ્યું અને ચોંકાવનારી કબૂલાત કરી કે તે ઘણા સમયથી વિવિધ ગાડીઓની બેટરીની ચોરી કરતો હતો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0