ભરૃચ જિ.પં.ની સામાન્ય સભા મળીઃ ૨૦.૫૧ કરોડના બજેટને મંજૂરી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપે ૨૨ વર્ષ બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી. તેમાં રૂપિયા ૨૦.૫૧ કરોડના પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે.
ચૂંટણી બાદ આજરોજ પ્રથમ સામાન્ય સભા મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ભરત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.વી.લટા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાનયા સભામાં વર્ષ ૨૦૨૧-૨૨ના રૂપિયા ૨૦.૫૧ કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં રૂપિયા ૪૯૧.૬૭ કરોડની આવક સામે ૨૦૭.૩૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Recent Comments