fbpx
ગુજરાત

કફ્ર્યૂને કારણે ન વાહન મળતાં પાંચ વર્ષની બાળકીનું કરુણ મોત

પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કફ્ર્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જાેકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.

બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કફ્ર્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે ૧૦૮માં પણ ફોન કરી શકી ન હતી.

માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી, પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો. બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી. એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કફ્ર્યૂ હોય વાહન ન મળતાં સમયસર, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે આવા સંજાેગામાં સૌપ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/