fbpx
ગુજરાત

કલોલમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી જુગાર રમતા ૪ શકુનિને ઝડપી પાડ્યા

ગાંધીનગરના કલોલમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં સેન્ટીંગના સામાનના ઘોડાઓની ઓડીમાં જુગાર રમતા ચાર શકુનિઓને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઇ રૂ. ૭૨ હજાર ૪૮૦ રોકડાં, ચાર મોબાઇલ, ગંજીપાનાં મળી કુલ ૧ લાખ ૫ હજાર ૪૮૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એલસીબીના પીએસઆઇ ડી એસ રાઓલ પોતાની ટીમ સાથે કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એએસઆઈ ધર્મેન્દ્રસિંહ તેમજ કોન્સ્ટેબલ રાજવીરસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે કલોલના ઇફકો નગર સોસાયટીમાં રહેતા અરજણભાઈ બાબુભાઈ પ્રજાપતિ અન્ય ઇસમો સાથે કલોલની શ્રીનાથ સોસાયટીમાં જુગાર રમી રહ્યો છે.
જેના પગલે એલસીબીની ટીમ શ્રીનાથ સોસાયટીમાં દોડી ગઇ હતી અને સોસાયટીના સેન્ટીંગના સામાનના ગોડાઉનની ઓરડીમાં રેડ કરી હતી. પોલીસ ટીમ ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જાેકે, પોલીસે સોસાયટીના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, જેથી જુગારીઓને ભાગવામાં સફળતા મળી ન હતી.

આ અંગે ઇન્સ્પેક્ટર ઝાલાએ જણાવ્યું હતું કે, રેડ દરમિયાન અરજણ પ્રજાપતિ, પરબત વેલજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી મૂળ રાપર કચ્છ), સુખદેવ દામજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી કલોલ) તેમજ સુરેશ માવજીભાઈ પ્રજાપતિ (રહે શ્રીનાથ સોસાયટી)ને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત જુગારીઓ પાસેથી રૂ. ૭૨૪૮૦ રોકડાં, ગંજીપાના, ચાર મોબાઇલ મળી ૧ લાખ ૫ હજાર ૪૮૦નો મુદ્દામાલ કબ્જે લઇ તેમના વિરોધ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/