fbpx
ગુજરાત

પતિ બન્યો રાક્ષસઃ પત્નીને વીડિયો કોલ કરી પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા

સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને માનીએ તો અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું. ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોન પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો દર્શાવ્યા હતા. જાેકે, પત્નીએ તેનો સ્ક્રિન શૉટ લઈ લીધો હોવાનો દાવો છે અને તેના આધારે તેણે પોતાના જ પતિ વિરુદ્ધ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી મહિલાએ તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯ માં મનોજ નામના યુવક સાથે પ્રેમ બાદ થયા હતા.
જાેકે લગ્ન જીવન દરમિયાન મનોજ થકી તેને બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. જાેકે છેલ્લા કેટલાક સમયથી પતિ મનોજના અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ મનોજ તેની પ્રેમિકા ગીતાને ત્યાં રહેવા લાગ્યો હતો.

જાેકે, પોતાનો લગ્ન જીવન બચવા માટે આ મહિલાએ પતિ મનોજ અને તેની પ્રેમિકા ગીતાને સસમાજવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝઘડો થયો હતો. જાેકે પતિ મનોજ પ્રેમિકા માટે તેને કેટલીકવાર માર મારતો હતો. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી આ મહિલા તેની માતાના ઘરે જતી રહી હતી.
જાેકે પતિ અને તેની પ્રેમિકા એટલા બેશરમ બન્યા હતા, કે ગતરોજ પતિ મનોજે પત્નીને વિડીયો કોલ કરીને પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જાેકે પત્ની તેને છુટાછેડા નહીં આપે તો ઘરે નહિ આવવાની ધમકી પણ મનોજ આપતો હતો. જેથી પત્નીએ પતિના આ શરીર સંબંધ બાંધતા હોય તે સમયના વીડિયો કોલ દરમિયાન સ્ક્રીન શોટ લઈ લીધો હતો અને તેના આધારે પતિએ એન તેની પ્રેમિકા વિરુદ્ધ આ મહિલાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/