fbpx
ગુજરાત

કોંગ્રેસે ભાજપ ઉમેદવાર નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા માંગ કરી

ગુજરાત રાજ્યમાં વધુ એક વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે રાજકીય રસાકસી જામી છે. અહીં ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર નિમિષાબેન સુથાર દ્વારા ઉમેદવારી નોધાવવામાં આવી છે. ભાજપના ઉમેદવાર તરીકે નિમિષા સુથારે ગતરોજ ૩ માર્ચના દિવસે ફોર્મ ભર્યુ છે.

ત્યારે નિમિષા સુથાર ની ઉમેદવારીને કોંગ્રેસ દ્વારા પડકારવામાં આવી છે. અને નિમિષાબેન સુથારની ઉમેદવારી રદ કરવા અરજી કરવામાં આવી છે. ઉમેદવાર સાચા આદિવાસી ના હોવાની રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારાએ ચૂંટણી અધિકારીને આ અંગે અરજી કરી છે.

તેમને પોતાની અરજી માં લખ્યું છે કે, નીમીશાબેનના પિતાના જ્ઞાતિના પ્રમાણપત્રની તપાસ તકેદારી આયોગ આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ થતા તકેદારી આધીકારી પ દ્વારા ૩૦/૧૦/૨૦૦૪ ના રોજ પાઠવેલ એહવાલ મુજબ તેમના પોતા ગુલાબભાઈ મોતીભાઈ વાગડિયા ઓ આદીજાતીમાં સમાવેશ થતો નથી. વધુમાં તેમના ગામ ગોળાનપુરની નજીકમાં આવેલી કુટેરાના રેવન્યુ રેકોર્ડ ની ખેતીની જમીનમાં ૭૩-એએ મહેસુલ નોધણી કરાવી હતી જે પણ જે તે સમયે રદ કરવામાં આવી હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0