fbpx
ગુજરાત

વલસાડના ટીઘરા ગામેથી દીપડો પાંજરે પુરાયોઃ લોકોમાં હાશકારો

પારડી તાલુકાના ડુંગરી અને ટીઘરા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી કદાવર દીપડાએ ડરનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઇને રાત્રિ દરમિયાન મહિલાઓ અંધકારમાં બહાર નીકળવાનું પણ ટાળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ગાય અને વાછરડાને મારવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે સામાજીક વનીકરણ વિભાગને જાણકારી આપવામાં આવી હતી.
લોકોમાં ભયનો માહોલ જાેતા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી અને પારડી જંગલ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા પ્રથમ ડુંગરી ગામે અને ત્યારબાદ ટીઘરા ગામે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં.

છેલ્લા એક અઠવાડિયાથી બંન્ને ગામોની વચ્ચે ફરતો દીપડો ગાય અને વાછરડાને મારી રહ્યો હતો. જેને ધ્યાને લઇને ગઈકાલે બુધવારે સમીર ઉપાધ્યાયની વાડીમાં વાછરડાને મારી નાખ્યુંં હતું. આ અંગેની જાણકારી જંગલ વિભાગને થતાં તેમણે સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા પછી બે પિંજરાઓ ફરીથી ગોઠવ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે કદાવર દીપડો પાંજરે પુરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/