fbpx
ગુજરાત

પ્રેમિકાના ઘરે જઇ પ્રેમમાં પાગલ યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર

શહેરના સાબરમતી કાળીગામ પાસે આવેલી દિગ્વિજય સિમેન્ટ ફેકટરી નજીકના મકાનમાં રહેતી પ્રેમિકાના ઘરે જઈ પ્રેમમાં પાગલ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ સાબરમતી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેથી યુવકના મોત મામલે શંકા ઉભી થઇ છે. પોલીસે યુવકની લાશને પીએમ માટે મોકલી આપી છે.

સાબરમતી વિસ્તારમાં કાળીગામ પાસે દિગ્વિજય સિમેન્ટની ફેક્ટરી આવેલી છે જ્યાં અનેક નાના મકાનો આવેલા છે. સાબરમતીમાં જ ૧૮ વર્ષીય સેલવાસ નલનાગમ રહેતો હતો. દિગ્વિજય સિમેન્ટ ફેકટરી પાસે આવેલા મકાનમાં રહેતી યુવતી સાથે યુવકને પ્રેમસંબંધ હતો. બુધવારે સાંજે યુવક તેની પ્રેમિકાના ઘરે પહોંચી ગયો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત તેના પરિવારજનો સાથે કરી હતી. જાે કે પરિવારજનોને બંનેનો પ્રેમસંબંધ મંજૂર ન હતો જેથી તેઓએ લગ્ન કરાવવાની ના પાડી હતી. જાે કે યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરિવારજનોએ તેને ઘરમાંથી જતા રહેવા કહેતા પાછળના રૂમ તરફ ગયો હતો.

દરમિયાનમાં પાછળના રૂમમાં થોડીવાર બાદ જતાં રૂમમાં યુવક ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતાં સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન જાેવા મળ્યા હતા. યુવકની લાશને પોલીસે પીએમ માટે મોકલી આપી હતી. યુવકે ખરેખર આત્મહત્યા કરી છે કે હત્યા કરી લટકાવી દેવાયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0