fbpx
ગુજરાત

વડોદરામાં ૭૦ વર્ષીય વૃદ્ધે ૬ વર્ષના બાળકે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારની સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધે તેની પાડોશમાં રહેતા ૬ વર્ષના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ખળભળાટ મચી ગયો છે. બાળકે ઘેર આવીને પરિવારને વાત કરતાં પરિવારે જાણ કરતાં પોલીસે વૃદ્ધને ઝડપી લીધો હતો. વૃદ્ધે બાળકને મૂઢમાર મારીને જાે કોઈને કહીશ તો તેની માતાને મારી નાખવાની ધમકી આપી હતી.

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડની પોશ સોસાયટીમાં રહેતો ૬ વર્ષનો બાળક ગત ૨૭ માર્ચના રોજ બપોરે ૧.૩૦ વાગે તેના ઘર પાસે રહેતા ભૂપેન્દ્ર નામના ૭૦ વર્ષના વૃદ્ધના ઘેર રમવા ગયો હતો. દરમિયાન વૃદ્ધે રમવા આવેલા બાળક સાથે એકલતાનો લાભ ઉઠાવી ધમકી આપીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ વૃદ્ધે બાળકની પીઠના ભાગે, હાથ-પગ તથા ગાલ પર ટપલીઓ મારી હતી તથા મૂઢમાર પણ માર્યો હતો. તેણે બાળકને જાે આ વાતની કોઇને જાણ કરીશ તો તેની માતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

બપોરના દોઢથી ત્રણ વાગ્યા સુધી બાળક સાથે દુષ્કૃત્ય કર્યા બાદ બાળકે તેના ઘેર જઇને પરિવારને જાણ કરી હતી. ઘટનાથી ચોંકી ઊઠેલા બાળકના પરિવારે પોલીસને જાણ કરીને વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી જેપી રોડ પોલીસે વૃદ્ધને ઝડપીને જેલહવાલે કર્યો હતો. જેપી રોડ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/