રાજવી પરિવાર સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્દત સુધી બંધ

વડોદરા શહેરમાં કોરોના કહેરને પગલે વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાન મંદિર, દત્ત મંદિર અને તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોને તાળા મારીને મંદિરો બંધ રાખવાની સૂચના લખવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૨૮,૭૮૦ પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૨૫૧ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૬,૫૬૪ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૧૯૬૫ એક્ટિવ કેસ પૈકી ૧૭૪ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૦૪ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૬૮૭ દર્દીની હાલત સ્થિર છે.
Recent Comments