fbpx
ગુજરાત

સુરત નાઇટ કફ્ર્યૂમાં તસ્કરો બેફામઃ સ્પોટ્‌ર્સ બાઇકની ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

સુરતમાં સતત ચોરીની ઘટના સતત સામે આવી રહી છે તેવામાં કોરોના લઈને રાત્રિ કફ્ર્યુ લાદવામાં આવ્યો છે, ત્યારથી તસ્કરો જાણે માજા પડી ગઈ છે કારણકે રાત્રિ પડતા લોકો પોતાના ઘરમાં જતા રહે છે અને તસ્કરો ગાડીઓની ચોરી કરી ફરાર થઇ જાય છે જાેકે બાઈક ચોરીની એક ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીએ આ મામલે તપાસ શરૂ કરી છે

સુરતમા કોરોના સંક્રમણ વધી જવાના કારણે રાત્રિ કર્ફયૂ લાદવામાં આવ્યો છે ત્યારે આ કફ્ર્યૂનો ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે. કારણકે કફ્ર્યૂ લાગતાંની સાથે લોકો પોતાના ઘરમાં જતા રહે છે અને પોલીસ પણ રસ્તા પરથી ગાયબ થઇ જાય છે ત્યારે આ તકનો લાભ લઈ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

ત્યારે ગતરોજ સુરતના સિંગણપોર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. સિંગણપોર ગામ ખાતે એક મકાનમાં રહેલ હાઈટેક સ્પોટ્‌ર્સ બાઇક તસ્કરો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. આ બાઇકરની ચોરીનો લાઇવ વીડિયો સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો. જાેકે તસ્કરો ચોરી પહેલાં પણ કરતાં હતા પણ કોરોના અને લઈને હાલમાં કફ્ર્યૂ લાદવામાં આવ્યો છે.

ત્યારે તસ્કરોને મજા પડી જવા પામી છે. જાેકે, બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી અને સ્પોટ્‌ર્સ બાઇકનાં ચોરોને શોધવાની તજવીજ હાથધરી છે. જાેકે સતત આવી ઘટન સુરતમાં બની રહી છે તેવામાં પોલીસ રાત્રિ કફ્ર્યૂમાં વ્યસ્ત હોવાના કારણે તસ્કરોને જાણે મજા પડી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0