fbpx
ગુજરાત

અમદાવાદમાં કોરોનાની રેકોર્ડ બ્રેક રફ્તાર, ૧૨ દિવસમાં નવા ૭,૪૯૯ પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં ૩૧૬૦ નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી અમદાવાદમાં ૭૭૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૭ લોકોના મરણ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંકડો રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.

ગુજરાતના અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ સહિત કોવિડ ગાઈડલાઈન્સનો કડક અમલ છતાં પણ સંક્રમિતોની સંખ્યા વધતાં ચિંતા વધી ગઈ છે. શહેરમાં છેલ્લે ૨૫ માર્ચે કોરોનાના ૫૫૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ ૨૬ માર્ચથી ૫ એપ્રિલના ૧૧ દિવસ સુધી સતત ૬૦૦થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ કુલ ૧૨ દિવસમાં જ શહેરમાં ૭૪૯૯ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ કન્ટેનમેન્ટ ઝોન પણ વધવા લાગ્યા છે. જે અંતર્ગત સોમવારે વધુ ૨૭ વિસ્તારોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જ્યારે ૨૨ વિસ્તારોમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતા તેમને કન્ટેનમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલ શહેરના ૨૯૩ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

નવા કેસ ઉમેરાવાની સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને ૭૧,૭૨૧ પર પહોંચી ગયો છે. જ્યારે સોમવારે વધુ ૬ના મરણ સાથે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં ૨૩૨૦ શહેરીજનોને ભરખી ચૂક્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૫ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ અત્યાર સુધીમાં ૬૭,૧૬૦ કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/