fbpx
ગુજરાત

દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરે ભરપેટ નાસ્તો કરી ચોરી કર્યા બાદ રફ્ફૂ

ઔદ્યોગિક નગરી વાપીમાં ચોરીની એક અજીબ ઘટના બની છે. વાપી સેલવાસ રોડ પર આવેલી એક નાસ્તાની દુકાન મોડી રાત્રે એક ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. જાેકે, ચોરી કરતા પહેલા ચોરને ભૂખ લાગી હતી. જે બાદમાં તેણે નાસ્તાની દુકાનમાં રાખેલા થેપલા અને સોસની લિજ્જત માણી હતી. સાથે જ વડાપાંઉના વડા અને મસાલાની પ્લેટ પણ બાજુમાં મૂકીને ભરપેટ ભોજન કર્યું હતું. બાદમાં ટેસથી ઠંડુ પણ પીધું હતું. ભરપેટ જમ્યા બાદ તેણે દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી.
દુકાનમાંથી જતી વખતે તેણે સિગારેટ અને પાન મસાલાની પણ ચોરી કરી હતી. આ આખો બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ચોરીના અજીબ બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિગતે જાેઈએ તો વાપીના વાપી-સેલવાસ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર નાસ્તા એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં મોડી રાત્રે એક ચોર ચોરી કરવા ઘૂસ્યો હતો. જાેકે, આ નાસ્તાની દુકાન હોવાથી તે ખાવાની વસ્તુઓની સુગંધથી બધુ ભૂલી ગયો હતો! જે બાદમાં તેણે દુકાનમાં રાખેલા મેથીના થેપલા, સોસ અને ચટણીની બોટલ કાઢી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની સામેના ટેબલ પર આરામથી થાળી સજાવી હતી. ત્યારબાદ થેપલા સાથે સોસની લિજ્જત માણી હતી.

આ સાથે જ વડાપાંઉના મસાલાની પ્લેટને પણ ટેબલ પર મૂકી તેની મોજ માણી હતી. ચોરી પહેલા ચોર ભરપેટ પેટપૂજા કરે છે તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ભૂખની આગળ જાણે ભાન ન રહ્યું હોય તેમ ચોરે પહેલા પેટપૂજા અને બાદમાં ચોરી કરી હતી. પેટપૂજા બાદ તે દુકાનના રાખેલી રોકડ રકમ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. દુકાનમાંથી બહાર નીકળતી વખતે પણ તેણે સિગારેટના પેકેટ અને અન્ય મસાલાની ચોરી કરી હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0