fbpx
ગુજરાત

IIM અમદાવાદમાં વધુ ૧૯, સુરેન્દ્રનગરની સ્કૂલમાં ૩૮ છાત્ર, ૪ શિક્ષક પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધઉને વધુ લોકોને ભીંસમાં લઇ રહી છે. આઇઆઇએમ અમદાવાદમાં વધુ ૧૯ લોકો, જ્યારે સુરેન્દ્રની એક શાળામાં એક સાથે ૩૮ વિદ્યાર્થી એન ૪ શિક્ષકોને ચેપ લાગતા ખખભળાટ મચી જવા પામ્યો છે. ઉપરાંત ગાંઘીનગર આઇઆઇટીમાં પણ વધુ નવા ૩થી ૪ કેસ નોંધાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ આઇઆઇએમ અમદાવાદ કેમ્પસમાં છેલ્લા ચાર દિવસમાં વધુ ૧૯ને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત છેલ્લા ચાર દિવસમાં ૨૪૭ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. તમામ વિદ્યાર્થીઓનો ઈલાજ કેમ્પસમાં જ કરવામાં આવ્યો છે. નવા આવેલા વિદ્યાર્થીઓની સ્થિતિ પણ સારી છે.

આઇઆઇએમ અને આઈઆઈટીમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતા કેમ્પસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેમ્પસમાં નવા આવનાર વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત આરટી પીસીઆર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ માંગવામાં આવે છે.
આઇઆઇટી ગાંધીનગરમાં પણ નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં ૩ થી ૪ વિદ્યાર્થીઓનો વધારો થયો છે. શરૂઆતમાં પોઝિટિવ આવેલા ૨૫ વિદ્યાર્થીઓમાંથી ૨૦ રિકવર થઈ ચૂક્યા છે.

દરમિયાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી આવેલા અહેવાલમાં ચોટીલામાં થાન રોડ પરની મોડેલ સ્કૂલમાં એક સાથે ૩૮ વિદ્યાર્થી અને ચાર શિક્ષક સંક્રમિત થતા ફફડાટ ફેલાયો ગયો. સોમવારે મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૩૮ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે ચાર શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેઓ દરરોજ રાજકોટથી અપડાઉન કરતા હતા. તો ચોટીલામાં કોવિડ સેન્ટર બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરવા પડ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/