fbpx
ગુજરાત

પો.ઇન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે તક અપાશે

ગુજરાત આંશિક લોકડાઉન તરફ ઢળી ચૂક્યુ છે અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ જલ્દી જ કરફ્યૂ કે ત્રણ-ચાર દિવસનું લોકડાઉન આવે તેવી શક્યતા છે. આ વચ્ચે વિવિધ શૈક્ષણિક પરીક્ષાઓ પર મોટી અસર પડશે. બોર્ડની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર મોટી અસર પડશે. ત્યારે પોલીસ ઈન્સ્પેકટરની ફિઝિકલ ટેસ્ટને લઈ જીપીએસસીનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. હવે કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષા માટે તક અપાશે.

૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન ઉપસ્થિત ન રહી શકનાર ઉમેદવારને બીજી તક આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા પહેલા કોવિડ પોઝિટિવ ઉમેદવારોની પરીક્ષા લેવાશે. કોવિડના વધતા સંક્રમણને પગલે કોવિડ પોઝિટિવ ઉમેદવારો આ તક ચૂકી ન જાય તે માટે આ ર્નિણય જીપીએસસી દ્વારા લેવામાં આવ્યો છે. તેથી ઉમેદવાર હવે પાછળથી પણ પરીક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવનાર છે. ય્ઁજીઝ્રએ પરીક્ષા યોજવાની આ સત્તાવાર જાહેરાત કરી હતી. ૨૨ થી ૨૬ એપ્રિલ દરમિયાન એકેડેમીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. જ્યારે ૧૯થી ૨૦ જૂન દરિયાન મુખ્ય પરીક્ષાઓ યોજાશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0