fbpx
ગુજરાત

બારડોલીઃહોસ્પીટલમાં જનરેટર બંધ થતાં ઓક્સિજનના અભાવે મહિલાનું મોત

બારડોલીમાં આવેલ ઉમરાખ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર આપવામાં આવે છે, જ્યાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. મંગળવારના સવારે ઊંભેળ ગામના દશામાં મંદિરના ગાદીપતિ જાગૃતિબેન મનસુખભાઇ વસાવાનું મોત નીપજયું હતું. રાત્રે અવારનવાર જનરેટર બંધ થતાં આઈ.સી.યુના દર્દીઓની સપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ હતી. હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને લીધે મોત થયું હોવાના પરિવાર જનોએ આક્ષેપ કરતા ઑક્સિજન નથી એવી હોસ્પિટલના સંચાલકોએ જાણ પણ ન કરતાં હોસ્પિટલની બેદરકારીને લીધે મોત થયું હતું.

ગાદીપતિ જાગૃતિબેનના પરિવારજનો અને તેમના ભક્તોના જણાવ્યા મુજબ, સવારે ૭ વાગે જાગૃતિબેન જાેડે વાત ચિત કરી હતી અને તેઓ સ્વસ્થ હતા અને ૮ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ જણાતા ફરી આઈ.સી.યુમાં જાગૃતેબેનને જાેવા જવા માટે કોશિશ કરી પરતું ફરજ પરના સ્ટાફે અંદર સારવાર ચાલે છે અને જવાશે નહીં, એમ જણાવ્યુ હતું. બહારથી જાેતાં હોસ્પિટલના કર્મચારીઓ પમ્પિંગ કરી રહ્યા હતા અને થોડીવારમાં જ સમાચાર આવ્યા કે જાગૃતિબેનનું ઑક્સિજન ન મળવાને કારણે મોત થયું છે.

પરિવાર અને ભક્તોએ આટલું જાણતા જ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે આવી મામલો થાળે પાડ્યો હતો અને પરિવાર સાથે સમજાવટ બાદ પરિવારજનોએ બપોરે ૨ વાગ્યા પછી મૃતદેહ સ્વીકાર્યો હતો. જાેકે, મૃતકોના પરિવારજનોના કરેલા આક્ષેપ બાબતે જાણવા હોસ્પિટલના ડોકટર અજય પટેલનો મોબાઈલ પર ઘણી વખત સંપર્ક કરવા છતાં સ્વીચ ઓફ આવ્યો હતો.
મૃતકના ભાણેજે કહ્યું, ઉમરાખ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના લીધે મારા માસીનું મોત થયું છે. સાથે જ તે સમયે કોઈ જવાબદાર ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર ન હતા. હોસ્પિટલની બેદરકારીથી જ મારા માસી જાગૃતિબેનનું મોત થયું છે. તંત્ર હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ છે.

Follow Me:

Related Posts