fbpx
ગુજરાત

અમદાવાદમાં ૧૧૬ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર ખૂટી પડે એવી સ્થિતિ

રાજ્યની સાથે અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. કોરોનાના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. દિવસે દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને હોસ્પિટલમાં હવે બેડ ખૂટી પડે એવી પરિસ્થિતિ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ૧૧૬ ખાનગી હોસ્પિટલોમાં થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલમાં હવે ૩૯ વેન્ટિલેટર્સ જ વધ્યાં છે. માત્ર બે દિવસમાં હોસ્પિટલ અને બેડ વધારવામાં આવ્યાં છે. ૫૦ જેટલી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. હોસ્પિટલમાં માત્ર ૨ કે ૪ બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમા ૮ એપ્રિલને ગુરુવારે સવાર સુધીમાં ૬૪૮ જેટલાં જ બેડ ખાલી છે.

અમદાવાદમાં દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ થતાં હવે કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો વધારવામાં આવી છે. માત્ર ચાર જ દિવસમાં ૧૫ હોસ્પિટલો અને બેડ વધારવાની ફરજ પડી છે. ૮ એપ્રિલના રોજ સવારે ૯.૩૦ સુધી અમદાવાદની છસ્ઝ્ર દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ ૧૧૬ ખાનગી હોસ્પિટલમાં ૪૪૩૭માંથી ૬૪૮ જેટલાં બેડ ખાલી છે, જ્યારે ૫ જેટલાં કોવિડ સેન્ટરમાં ૨૬૯ બેડમાં ૮૭ લોકો એડમિટ છે અને ૧૮૨ જેટલાં બેડ ખાલી છે. કુલ ૪૪૩૭ બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં ૧૩૭૨ બેડ, માં ૧૫૫૬,માં ૫૭૯ અનેમાં વેન્ટિલેટર પર ૨૮૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના ૨૦થી વધુ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. દિવસે દિવસે વેન્ટિલેટર્સ ઓછાં થઈ રહ્યાં છે અને બે દિવસમાં વેન્ટિલેટર ખૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/