fbpx
ગુજરાત

સુરતમાં ઇંજેક્શનની કાળાબજારીઃ કોરોનાથી બચવા લોકો રૂ. ૭૨૦ના આપી રહ્યા ૭૦૦૦

કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોનાની સારવાર માટે અત્યંત જરૂરી એવા રેમડેસિવીર ઇંજેક્શનની અછત ના પડે એ માટે સરકાર પૂરતા સ્ટોકનો દાવા કરી રહી છે પણ આ પહેલા સુરતમાં ઇંજેક્શનની કાળાબજારીનો કિસ્સો સામે આવ્યો છે આરોપ છે કે પ્રાઇવેટ હોસ્પિટલ ૭૨૦ની કિંમતના ઇંન્જેક્શનના ૭૦૦૦ હજાર રૂપિયા લીધા છે.

એક બાજુ રાજ્ય સરકાર કરી રહી છે કે રેમડેસિવીર ઇંજેક્શનની અછત નથી ,તો બીજી બાજુ કોરોનાના દર્દીઓ ઇંજેક્શન માટે સુરતમાં તમામ મેડિકલ સ્ટોર પર વલખા મારી રહ્યા છે, પરંતુ આ ઇંજેક્શન ક્યાય મળી રહ્યા નથી. ૭૨૦ રૂપિયાના ઇંજેક્શન માટે તેઓ સાત હજાર રૂપિયા આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. સંજય ચૌબે નામના વ્યક્તિએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું, ઇંજેક્શનની કાળાબજારી ચાલી રહી છે, મજબૂરીમાં વધારે કિંમત આપી લોકો ઇન્જેક્શન ખરીદી રહ્યા છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીઓને ૬ ઈજેકેશનો લગાવવાનું જણાવે છે પણ પરંતુ એક ઇન્જેક્શન લેવા માટે આખુ શહેર ફરવુ પડે છે.

કોવિડ દર્દીના પરિજન સંજય ચૌબેએ જણાવ્યું હતું કે રેમડેસિવીર ના ૬ ઇન્જેક્શનની જરૂરિયાત હતી, પરંતુ આખા સુરતમાં આવેલા મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા આ ઇંજેક્શન ક્યાય ઉપલબ્ધ નથી. ડોક્ટરે કીધું કે આ ઇંજેક્શન સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળી રહેશે પરંતુ ત્યાં તપાસ કરતાં પણ આ ઇંજેક્શન ઉપલબ્ધ નહોતા. બહાર તપાસ કરતાં જે લોકો આ ઇંજેક્શન આપવાનું કહે છે તેઓ ૭૨૦ ની જગ્યાએ ૭૦૦૦ લઇ રહ્યા છે મજબૂરીના કારણે અત્યારે અમે સાત હજાર રૂપિયાના
રેમડેસિવીર ઈન્જેક્શન લીધા છે. બીજી બાજુ સુરતના મ્યુનિસિપલ કમિશનર પંજાની પાનીએ જણાવ્યું, સુરતમાં હાલ ઇન્જેક્શનની અછત નથી રાજ્ય સરકારે ઇન્જેક્શનનો જથ્થો મોકલ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/