fbpx
ગુજરાત

વડોદરાઃ કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું મોત થતા પરિવારજનોએ શ્રીજી હોસ્પિટલ પર લગાવ્યો આક્ષેપ

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધાનું મોત નિપજતા બુધવારે મોડી રાત્રે પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. ઘટના સંદર્ભે પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પડવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મૃતક વૃદ્ધાની દીકરીએ આક્રંદ કરતા કહ્યું, ‘આ શ્રીજી હોસ્પિટલને બંધ કરો, મારી માને મારી નાખી, આ વીડિયો નીતિન પટેલ સુધી પહોંચાડો’.

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં માંજલપુરના ૬૦ વર્ષના ગજરાબેન બારીયા કોવિડની સારવાર લઈ રહ્યા હતા. તે એક સપ્તાહથી સારવાર હેઠળ હતા. બુધવારે રાતે તેમનુ એકાએક મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના આક્ષેપ કરી જણાવ્યું, બુધવારે સાંજે ગજરાબેન સાથે વાતચીત થઈ હતી. તેઓ સ્વસ્થ હતા. અગાઉ વેન્ટિલેટર પર હતા, પરંતુ, ત્યારબાદ તે સ્વસ્થ થયા હતા અને નોર્મલ હતા.

પરંતુ રાતે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો કે ગજરાબેનની હાલત ક્રિટિકલ છે. ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચી જાેતા તેઓ મૃત હાલતમાં હતા. તબીબોએ તેમને પરત વેન્ટિલેટર પર મૂક્યા છે તેની જાણ મોડા કરી હતી અને તબીબ ગંભીર દર્દીને જાેવા પણ નહીં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ તબીબે તમામ આક્ષેપોને નકાર્યાં હતા. તેમણે જણાવ્યું, દર્દીને બચાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યાં હતા.

મૃતક વૃદ્ધાની દીકરી બેલા બારીયાએ જણાવ્યું, પોણા છ વાગ્યે મે વાત કરી, મમ્મીએ કહ્યું મને સારુ છે, બે કલાક પહેલા ફોન આવ્યો, વેન્ટિલેટર પર મૂક્યા છે. સીરીયસ છે. મે દેવુ કરીને મે સારવાર કરાવી છે. રોજની ૨૦ હજારની દવા છે. ૧૦ હજારના રિપોર્ટ કરે છે. આઇસીયુમાં જવા દેતા નથી. દોઢ લાખ રૂપિયા મેડિકલના ગયા છે અને અઢી લાખ રૂપિયા ભરવાના છે.

તેઓએ જણાવ્યું, મારા ભાઇ પીપીઇ કીટ પહેરીને હોસ્પિટલની અંદર ગયા તો, વેન્ટિલેટર ચાલુ હતું. પણ મારી મા મરી ગયેલી હતી. આ લોકો જુઠ્ઠુ બોલ્યા, મારી મમ્મીને આ લોકોએ ક્યારની મારી નાખી હશે, અને હવે ફોન કરીને કહે છે કે, વેન્ટિલેટર પર છે. રૂપિયા લઇને કોઇ બચાવતુ નથી. આ હોસ્પિટલને બંધ કરાવી દો. દર્દીને મારી નાખે છે. આ લોકો સારવાર કરતા નથી. કોઇ ડોક્ટર હાજર હોતા નથી. નીતિન પટેલ સાહેબ તમે જે કાયદો કાઢ્યો છે જે મફતના રૂપિયા લે છે તેની સામે કેસ કરો. મે કેસ કર્યો છે. નીતિન પટેલ સુધી આ વીડિયો પહોંચાડો. આ હોસ્પિટલને બંધ કરાવી દો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/