શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર માં દર્શન બંધ

દામનગર ૧૦ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર માં દર્શન બંધ હાલ માં ચિંતાજનક રીતે વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ લાઠી તાલુકા ના મદદનીશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાથે પરામર્શ કરી ભૂરખિયા મંદિર પ્રશાસન મંદિર પૂજારી પરિવાર તથા ભુરખિયા ગ્રામ પંચાયત દ્વારા લીધેલા સ્વૈચ્છિક નિર્ણય અનુસાર આગામી તા ૧૪/૪/૨૧ થી ૩૦/૪/૨૧ સુધી મંદિર માં દર્શન સદંતર બંધ રહેશે તેમજ સંસ્થા દ્વારા ચાલતું ભોજનાલય ચા કેન્ટીગ તથા ઉતારા વ્યવસ્થા તદ્દન બંધ રાખવા માં આવેલ છે જેની ભાવિક ભક્તો એ નોંધ લેવા વિનંતી કરવા માં આવે છે દેશ માં અને ગુજરાત માં આક્રમક રીતે વધી રહેલા કોરોના ના સંક્રમણ ને ધ્યાને રાખી કોરોના માર્ગદર્શીતા નું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ કરવા માં આવે છે શ્રી ભુરખિયા હનુમાનજી દાદા સૌને સ્વસ્થ અને સલામત રાખે તેવી પ્રાર્થના
Recent Comments