fbpx
ગુજરાત

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરુપઃ વધુ ૧૫ હોસ્પિટલોને કોવિડ હેલ્થ સેન્ટર જાહેર કરી

મહાનગર પાલિકા દ્વારા શહેરની ૧૫ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે. ત્યારે કોઇ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે. છસ્ઝ્ર દ્વારા બે દિવસમાં ૮૨૭ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું, રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા તથા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરીને શહેરના દરેક વિસ્તારમાં કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે માટે જુદા જુદા વિસ્તારમાં કુલ ૧૫ નર્સિંગ હોમ તથા હોસ્પિટલોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર તરીકે માન્યતા આપી છે. આ હેલ્થ સેન્ટરમાં અમદાવાદ મનપા દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ પ્રમાણે વોર્ડ બેડના ભાવ ૬૫૦૦ રૂપિયા તથા ૐડ્ઢેંના ભાવ ૮૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આ ભાવ અમદાવાદ મનપા દ્વારા કોવિડ સારવાર માટે મંજૂરી આપવામાં આવેલ ૧૫ હોસ્પિટલો માટે માન્ય રહેશે

ખાનગી હોસ્પિટલોની સંખ્યા વધારીને ૧૩૦ કરી દેવાઈ છે અને ૪૮૧૫ બેડની વ્યવસ્થા થઈ છે. તેની સામે દર્દીઓની સંખ્યા પણ વધીને ૪૦૭૧ પર પહોંચી ગઈ છે. તેમ છતાં મ્યુનિ.નાં આંકડા અનુસાર શહેરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૩૪૨૧ જ છે. જ્યારે મૃત્યુઆંક ૨૩૪૧ પહોંચી ગયો છે. શહેરમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસોમાં વધારાના પગલે વધુ ૩૪ સોસાયટીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૪૫૪૧ કેસ નોંધાયા છે અને ૨૨૮૦ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૩,૦૯,૬૨૬ દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0