fbpx
ગુજરાત

૧૯ -અંતર્ગત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા

લગ્ન/ સત્કાર સમારંભ કે બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં

અન્ય કોઈપણ મેળાવડામાં ૫૦થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહીં

અમરેલી, તા: ૧૨ એપ્રિલ ૨૦૨૧

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓકએ કોવીડ-૧૯ ના વધતા સંક્રમણને અટકાવવા વિવિધ પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે. જેના અનુસંધાને લગ્ન/ સત્કાર સમારંભ કે બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહીં. જરૂરી સામાજિક અંતર જળવાય તે માટે ફ્લોર ઉપર માર્કિંગ કરવાનું રહેશે. તેમજ કાર્યક્રમ દરમિયાન દરેક વ્યક્તિઓએ ચહેરો યોગ્ય રીતે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્ક્રીનિંગ, ઓક્સિમીટર, સૅનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. લગ્ન સિવાયના અન્ય કોઈપણ મેળાવડામાં ૫૦થી વધુ વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહીં. ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવીડ-૧૯ માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.

અમરેલી જિલ્લાની તમામ સરકારી કચેરીઓ તા. ૩૦/૪/૨૦૨૧ સુધી દરેક શનિવાર અને રવિવાર બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓએ પ્રવેશ આપવાનો રહેશે. જાહેરમાં થુંકવા થા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા દંડ વસૂલાશે. આ હુકમનો અમલ આગામી ૩૦/૪/૨૦૨૧ ના ૨૪:૦૦ સુધી કરવાનો રહેશે.

                     સમાચાર સંખ્‍યાઃ ૧૨૫

આગામી ૩૦ એપ્રિલ સુધી અમરેલી શહેરમાં રાત્રે ૮ થી સવારના ૬ સુધી રાત્રી કર્ફ્યુ

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આયુષ ઓકએ કોવીડ-૧૯ ના વધતા સંક્રમણને અટકાવવા અમરેલી નગરપાલિકા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેના આગામી તા. ૩૦/૪/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી શહેરી વિસ્તારમાં દરરોજ રાત્રે ૮ થી સવારના ૬ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. કર્ફ્યુના સમયગાળામાં અમરેલી શહેરમાં કોઈપણ લગ્ન/સત્કાર કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. રાત્રી કર્ફ્યુ માટે કોઈ વિશેષ પાસ ઇસ્યુ કરવામાં આવશે નહીં. આ હુકમનો અમલ આગામી ૩૦/૪/૨૦૨૧ ના ૨૪:૦૦ સુધી કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0