fbpx
ગુજરાત

રેમડેસિવિર વિવાદઃ સી આર પાટીલે કોંગ્રેસને આપ્યો જવાબ- ધમકીઓથી ભાજપ ડરતું નથી

કોરોના કહેર વચ્ચે એકબાજુ લોકો લાંબી લાઈનો લગાવે છતાં ઈન્જેક્શન મળતાં નથી. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ ઝ્રઇ પાટીલે સુરતમાં પાર્ટી કાર્યાલયમાં ઈન્જેક્શન વેચતાં ભારે વિવાદ થયો હતો. અને કોંગ્રેસ આ મામલે પોલીસ કેસ નોંધવા, ધરપકડ કરવાની કાર્યવાહી કરવાની માગ કરી હતી. જે મામલે હવે ઝ્રઇ પાટીલે કોંગ્રેસને જવાબ આપ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઝ્રઇ પાટીલે ઈન્જેક્શન વિવાદને લઈ મૌન તોડતા કહ્યું કે, લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઈન્જેક્શન મેળવીને લોકોને આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ ખોટી ધમકી આપવાનું બંધ કરે. અમે પ્લેગ વખતે પણ ટ્રેટાસાયક્લોન દવાના પડીકા બનાવીને લોકોને આપ્યા હતા. ત્યારે કોંગ્રેસે વિરોધ નહોતો કર્યો. કોંગ્રેસને કંઈ કરવું નથી અને માત્ર વિરોધ જ કરવો છે. કોંગ્રેસની ધમકીઓથી ભાજપ ડરતું નથી તેવું પણ પાટીલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાટીલે ઈન્જેક્શન વેચતાં જ કોંગ્રેસે ધારદાર પ્રહારો કર્યા હતા. અને રાજ્યની રૂપાણી સરકારને પણ આડેહાથ લીધી હતી. કોંગ્રેસના નેતાઓએ સીઆર પાટીલ સામે પોલીસ કેસ નોંધવા અને ધરપકડની માગ કરી હતી. એટલું જ નહીં જાે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની વાત પણ ઉચ્ચારી હતી. જે બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. અને ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે ગુજરાત સરકારને સવાલો પુછ્યા હતા.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0