fbpx
ગુજરાત

અમદાવાદ બન્યું ગુજરાતનું વુહાન, રસ્તાઓ સુમસામ, હોસ્પિટલોમાં પણ બેડ-વેન્ટિલેટર-ઓક્સિજનની અછત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને અમદાવાદ ગુજરાતનું વુહાન બની રહ્યું છે. હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. તો બીજી બાજુ હવે શહેરીજનોમાં પણ કોરોનાનો ભારે ડર જાેવા મળી રહ્યો છે. વધતા જતા કોરોનાના સંક્ર્‌મણ વચ્ચે અમદાવાદ શહેરના ઘણાં રસ્તાઓ સુમસામ બની રહ્યાં છે. ખાસ કરીને એસ.જી હાઇવે, વસ્ત્રાપુર, રાજપથ ક્લબ, સિંધુ ભવન સહિતના રસ્તાઓ સુમસામ બન્યા છે. જીએનએસ ન્યૂઝ પણ લોકોને અપીલ કરે છે કે, કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જાેઈએ અને ઘરમાં રહીને પોતાની જાતને અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવા જાેઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસો વધતા બેડ ખુટી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ય્સ્ડ્ઢઝ્ર માં ૯૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ડૉ. વસંત પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘નવી હોસ્પિટલો ઊભી કરવા કરતા જે મોટી હોસ્પિટલો છે તેને બે મહિના માટે ૧૦૦ ટકા કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિક કરવી જાેઇએ. કારણ કે નાની હોસ્પિટલમાં સ્ટાફ અને ઓક્સિજનનો અભાવ હોય છે.’

તેઓનું માનવું છે કે શારદાબેન, વીએસ, નારાયણી, ઝાયડસ, એપોલો જેવી તમામ હોસ્પિટલને ૧૦૦ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાંખવી જાેઇએ. સાથે જ તેમાં દર્દીઓ પાસેથી વસુલવામાં આવતા ચાર્જ પણ ફિક્સ કરી દેવા જાેઇએ. તેમનું કહેવું છે કે જાે મોટી હોસ્પિટલોને કોવિડ સેન્ટરમાં રૂપાંતરિક કરાશે, તો જીએમડીસી જેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર રહેશે જ નહીં.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0