fbpx
ગુજરાત

એએમસી ખાતે ભાજપ કાર્યાલયના મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરાનાથી નિધન

કોરોના વાયરસની બીજી લહેરમાં મૃત્યાંક ખૂબ જ વધી રહ્યો છે. આ ઉપરાંત પોઝિટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. બીજી તરફ એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ખાતે બીજેપી કાર્યાલયના મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરાનાથી નિધન થયું છે. તેઓની શહેરની એસ.વી.પી હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા છે. યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટને કોરોના થયો છે. તેઓએ ટ્‌વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હાલ તેઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ બન્યા બાદ તેઓએ રાજકોટ અને મોરવા હડફનો પ્રવાસ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેવી રીતે વિદેશમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે વ્યક્તિએ પોતાની ગાડીમાંથી બહાર નીકળવાની જરૂરી નથી રહેતી. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ પહેલી શરૂ કરવામાં આવી છે.

આજથી એટલે કે બુધવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ૮૦૦ રૂપિયામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ કરાવ્યાના ૨૪થી ૩૬ કલાકમાં તેઓને ઇ-મેઇલ કે પછી વોટ્‌સએપના માધ્યમથી આ ટેસ્ટ મોકલી આપવામાં આવશે. વ્યક્તિ ઇચ્છે તો લેબોરેટરી ખાતેથી હાર્ડ કોપી પણ મેળવી શકશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/