fbpx
ગુજરાત

વડોદરાઃ કોવિડ સેન્ટરમાં દર્દીઓને નાસ્તો આપવા સ્વજનોની લાગી લાંબી લાઇનો

કોરોના મહામારી વચ્ચે વડોદરા શહેરમાં હવે જ્યાં જાઓ ત્યાં લાંબી-લાંબી લાઇનો જાેવા મળી રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે પણ આજે સવારે દર્દીઓનાં પરિવારજનો અને સંબંધીઓની લાંબી કતારો લાગી હતી. સયાજી હોસ્પિટલમાં ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ જણાવ્યું હતું કે મારા પિતા સાજા થઈને વહેલી તકે ઘરે આવી જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. પિતા અને પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરૂ થતાં નવા વર્ષની ઉજવણી પણ કરી નથી.
મધ્ય ગુજરાતની સૌથી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં ૮૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ હાલ ૭૯૬ દર્દી સારવાર લઇ રહ્યા છે.

હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવે નવાં બેડ ઊભાં કરવા શક્ય નથી. એ જ રીતે ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફુલ થઇ ગઇ છે. આ હોસ્પિટલોમાં હવે નવા દર્દીઓ આવી રહ્યા નથી. હવે આ હોસ્પિટલમાંથી સાજા થઇને દર્દીઓ જઇ રહ્યા છે અથવા તો મૃતદેહો જઇ નીકળી રહ્યા છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનાં કુટુંબીજનો આજે વહેલી સવારથી જ પોતાના પરિવારના સભ્યને ઘરની ચા, કોફી નાસ્તો સહિત વિવિધ ચીજવસ્તુઓ પહોંચાડવા માટે આવી પહોંચ્યાં હતાં. ચા, નાસ્તો આપવા માટે પણ દર્દીના સંબંધીઓની લાંબી કતારો લાગી ગઇ હતી.

સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા પિતાને ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ વધુમાં જણાવ્યું હતું કે ૧૦ દિવસથી મારા પિતા કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા પિતાની તબિયત કેવી છે એ અંગે ચોક્કસ ખબર નથી, પરંતુ ફોન પર થતી વાતચીત મુજબ તેની તબિયત સુધારા પર હોવાનું જણાઈ રહ્યું છે. હવે મારા પિતા કોરનામુક્ત થઇને વહેલી તકે ઘરે આવે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

Follow Me:

Related Posts