fbpx
ગુજરાત

ગુજરાતની એસટી બસો સુપર સ્પેડર બને તો નવાઈ નહીં

રાજ્યમાં કોરોના વાયરસ દિવસેને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાત એસટીની બસો સુપર સ્પેડર બને તો નવાઈ નહીં, કારણ કે રાજ્યમાં હાલ જે પ્રમાણેની સ્થિતિ જાેવા મળે છે. તે જાેઈને ચોક્કસ કહી શકાય કે કોરોના વધુ વકરશે. હાલ ગુજરાતના મહાનગરોમાં ચાલી રહેલી જી્‌ બસોમાં મુસાફરોની મોટી ભીડ જાેવા મળી રહી છે. વધતાં સંક્રમણ વચ્ચે જી્‌ બસોમાં લાપરવાહી જાેવા મળી રહી છે. રાજકોટમાં ૬૫ મુસાફરો એસટી બસના કારણે સંક્રમિત મળ્યાં છે. જ્યારે વડોદરા જી્‌ ડેપોમાં પણ કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતો જણાઈ રહ્યો છે.
એસટી વિભાગોમાં ન તો થર્મલ ગન છે અને ન તો સેનિટાઈઝર છે. આ બન્ને વસ્તુઓના અભાવના કારણે લોકો વધુ સંક્રમિત બની શકે છે. હાલ રાજ્યમાં રાત્રિ કરફ્યૂ વધારવામાં આવ્યો છે, ત્યારે એસટીની બસો રાત્રિ કરફ્યૂવાળા રૂટ બંધ થતાં દિવસે મુસાફરોનું ભારણ વધ્યું છે. દિવસે જી્‌ બસોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટ બસપોર્ટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. શુક્રવારે બસપોર્ટમાં ૬૫ પેસેન્જર સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. રાજકોટ બસપોર્ટમાં અત્યાર સુધીમાં ૧૪૩માંથી ૫૪ લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બસપોર્ટમાં કારણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. અનેક ગ્રામ્ય રૂટ રદ કરવામાં આવ્યા છે.

વડોદરા જી્‌ ડેપોમાં પણ કોરોના જાહેરનામાનો ભંગ થતો દેખાયો હતો. સલામત સવારી અસલામત બની છે. અહીં મુસાફરો ટેસ્ટિંગ વગર અવરજવર કરી રહ્યા છે. લોકોએ ન તો માસ્ક પહેરેલું છે અને સોસિયલ ડિસ્ટિન્સિંગનો અભાવ જાેવા મળી રહ્યો છે. થર્મલ ગન, સેનેટાઈઝરનો ઉપયોગ પણ થતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ જિલ્લામાં દિવસેને દિવસે ૧૦૦થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ એસટી બસ સ્ટેન્ડ ઉપર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે સરકાર દ્વારા એસટીની મુસાફરી કરવા આવતા લોકોનું થર્મલ ગન દ્વારા ટેમ્પ્રેચર ચેકીંગ કરી સેનિટાઈઝ કરવાની વાતો કરાઈ રહી છે. પરંતુ પાલનપુર એસટી બસ સ્ટેન્ડમાં કોઈ પણ જાતની થર્મલ ગન દ્વારા મુસાફરોનું ચેકિંગ નથી થતું તો સેનિટાઇઝર પર નથી અપાતું જેને લઇ એસટી તંત્ર જાણે બેદરકારી દાખવી રહયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

મહત્વની વાત તો એ છે કે બસ સ્ટેન્ડનો મોટા ભાગનો સ્ટાફ પણ કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરી રહ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને કોવીડ ગઇડલાઇનના નિયમોનું પાલન કરાવે તેવી પણ માંગ ઉઠી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0