fbpx
ગુજરાત

ગુજરાતમાં ૧૦૮ હેલ્પલાઈન, ૧૫ દિવસમાં અધધ પ૨૨૫૩૧ દર્દીઓનો કોલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ અનેક લોકો સારવાર માટે તડફડિયાં મારે છે. માસૂમ દર્દીઓ સારવાર મળશે એવી આશા સાથે કલાકો સુધી ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાહ જાેઇને સિવિલ હોસ્પિટલ પહોંચે છે. ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓને સ્થિતિ ખુબ જ ખરાબ થઈ રહી છે, ત્યારે દર્દીઓને હોસ્પિટલોમાં પહોંચાડવા માટે ૧૦૮ હેલ્પલાઈન પર કોલનો મારો ચાલી રહ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં ૨૨૫૩૧ કોરોના દર્દીઓનો કોલ ૧૦૮ ઈમરજન્સી નંબર પર આવી ચૂક્યા છે, જેમાંથી ખાલી અમદાવાદમાં જ છેલ્લા ૧૫ દિવસમાં ૬૦૫૯ દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. એટલું જ નહીં, છેલ્લાં ૫ દિવસથી રાજ્યના મહાનગરોમાંથી દર્દીઓને હોસ્પિટલોમાં પહોંચાડવાના કોલ ડબલ થઈ ગયા છે.

એક તરફ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવેલા દર્દીઓ ૪૦ ડીગ્રી ગરમીમાં પોતાને બેડ મળશે એ માટે ૪ કલાક રાહ જુએ છે, પરંતુ બધું ભગવાન ભરોસે જ ચાલે છે. આવા સમયે કોઈ મદદ માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને ફોન કરે તો જાણે તેમણે હોસ્પિટલમાં વ્યવસ્થા અંગેનો જવાબદાર કોઈ માણસ રાખ્યો હોય એ તેમનો ફોન ઉપાડીને જવાબ આપે છે. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય સર્જાઈ નથી એ વાસ્તવિકતા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરમાંથી ૧૦૮ હેલ્પલાઇન પર કોલ્સનો મારો સતત વધી રહ્યો છે, તેના પરથી તમે રાજ્યની કોરોનામાં ઘાતક સ્થિતિ વિશે અંદાજાે લગાવી શકો છો. હાલ ૧૦૮ હેલ્પલાઈન પર છેલ્લા ૧૫ દિવસમાં આવેલા કોલના આંકડાઓ જાહેર થયા છે. ૧ એપ્રિલથી લઈને ૧૫ એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં ૨૨૫૩૧ કોરોના દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. રાજ્યના કુલ દર્દીઓના ૬૦ ટકા દર્દીઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ૧૦૮ દ્વારા શિફ્ટ કરાયા છે. રાજ્યના મહાનગરોમાં છેલ્લા ૫ દિવસમાં ૧૦૮ ને કરવામાં આવતા કોલ ડબલ થઈ ચૂક્યા છે.
અત્રે મહત્વનું છે કે, અમદાવાદમાં ૧૫ દિવસમાં ૧૦૮ દ્વારા ૬૦૫૯ દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. રાજકોટમાં કોરોના દર્દીને શિફ્ટ કરવા ૨૨૫૬ કોલ્સ ૧૦૮ને મળ્યા છે. સુરતમાં ૩૯૩૬ કોલ્સ ૧૦૮ને કોરોના દર્દીઓને શિફ્ટ કરવા માટે મળ્યાં છે. વડોદરામાં ૧૮૫૫ કોલ્સ ૧૦૮ને મળ્યાં છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં દરરોજના સરેરાશ ૧૦૮ને ૪૦૩ કોલ્સ મળે છે. રાજકોટમાં દરરોજના સરેરાશ ૧૫૦ કોલ્સ ૧૦૮ને મળી રહયા છે, જ્યારે સુરતમાં સરેરાશ ૨૬૨ કોલ્સ ૧૦૮ને મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/