નડીયાદમાં પ્રાથમિક શાળાના શિક્ષકે લોકોને જાગૃત કરવા ૪૦ ફૂટની બનાવી રંગોળી

નડીયાદ તાલુકાના વાલ્લા પ્રાથમિક શાળાના કોરોના યોદ્ધા શિક્ષક દ્વારા લોકોમાં કોરોના અંગે જાગૃતિ વધે તે માટે અવનવા પ્રયાસો અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત ઘરઆંગણે કલાત્મક રંગોળી બનાવી કોરોના અંગે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકે ઘર આંગણે ૪૦ ફૂટની વિશાળ રંગોળી દોરી લોકોને પ્રેરક સંદેશ આપ્યો છે. રંગોળીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાના કેસ વધતા કોરોનાની ગાઈડલાઈનનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટે ઘર આંગણે જ ૪૦ ફૂટની વિશાળ કલાત્મક રંગોળી તૈયાર કરી લોકોને એક સંદેશ આપ્યો હતો.
શિક્ષકે પોતાની રંગોળીમાં ‘નિયમ પાલનનું ભાન, બચાવશે ભાઈ જાન’ લખ્યું હતું. રંગોળીમાં જનતાને હાથ જાેડીને વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ રંગોળીમાં વેક્સિનેશનનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમજ પ્રથમ રસીકરણ દર્શાવ્યું છે ત્યારબાદ માસ્ક, સામાજિક અંતર, સેનિટાઈઝેશન, યોગ પ્રાણાયામ અને આરોગ્ય સેતુ એપ દર્શાવવામાં આવ્યા છે.
Recent Comments