fbpx
ગુજરાત

તલોદ મામલતદાર કચેરીમાં એક સાથે ૫ કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે સાબરકાંઠાના તલોદ મામલતદાર કચેરીમાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા મામલતદાર કચેરીમાં હડકંપ સર્જાયો છે. જાે કે મામલતદાર કચેરીમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ તમામ કર્મચારીઓની સારવાર શરૂ કરાઇ છે, તેમજ અન્ય કર્મચારીઓના રિપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વ સહિત ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં ભયજનક રીતે વધારો થઇ રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના તલોદ મામલતદાર કચેરીમાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે, બાકી રહેલા કર્મચારીઓને પણ કોરોના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ છેલ્લા કેટલાક સમયથી સંપર્કો આવેલા લોકોને પણ આ મામલે જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે નાયબ મામલતદાર સહિત સ્થાનીય તલાટી કમ મંત્રીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જેના પગલે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીમાં આ લોકોમાં પણ ભયનો માહોલ વ્યાપ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/