અમદાવાદઃ કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં ભયંકર સ્થિતી, કેન્દ્રમાંથી ડોક્ટર્સ અને પૈરામેડિકલનો સ્ટાફ ગુજરાત બોલાવાયો

કેન્દ્ર સરકારે ગુજરાતમાં અમદાવાદમાં ફાટી નીકળેલા વિકરાળ કોરોનાથી સંક્રમિત લોકોની સારવાર માટે ખાસ આયોજન કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા સ્થાપિત કરાતા ૯૦૦ બેડની સુવિધાવાળી કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક બળના ૨૫ ડોક્ટરો અને ૭૫ પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓની નિયુક્તિ કરવાનો ર્નિણય લેવાયો છે. તેઓને તાત્કાલિક ગુજરાત મોકલવામાં આવશે.
મંત્રીમંડળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ભલામણ પર ગૃહમંત્રાલયે અમદાવાદમાં ડીઆરડીઓ દ્વારા સ્થાપિત કરાઈ રહેલા ૯૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં અર્ધસૈનિક દળના ૨૫ ડોક્ટરો અને ૭૫ પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવાનો ર્નિણય લીધો છે. જણાવી દઈએ કે ગુજરાતમાં શુક્રવારે કોરોના સંક્રમણના સર્વાધિક ૮૯૨૦ કેસ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં સંક્રમણના કુલ કેસ ૩,૮૪,૬૮૮ સુધી પહોંચ્યો છે. સંક્રમણના વધારે સાથે આજે કોરોનાના ૯૪ જેટલા લોકોના રેકોર્ડ મોત નોંધાયા હતા
.
રાજ્યના આરોગ્ય વિભાગની એક રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં સૌથી વધુ ૯૪ સંક્રમિત વ્યક્તિઓના મોતથવાને લીધે રાજયમાં મોતનો આંક ૫૧૭૦ પર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન ૩,૩૮૭ રોગોના દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સાજા થનારાની સંખ્યા ૩,૨૯,૭૮૧ સુધી પહોંચી છે. રાજ્યમાં હવે એક્ટિવ કેસની સંખ્યા અર્થાત હાલમાં પણ ૪૯,૭૩૭ લોકોની સારવાર ચાલી રહી છે.
Recent Comments