fbpx
ગુજરાત

વડોદરા, સુરત સહિત રાજ્યમાં ચારેકોર ઓક્સિજનની બૂમરાણ, દર્દીઓની હાલત કફોડી,

સમગ્ર રાજ્યને કોરોનાએ બાનમાં લીધું છે. બીજી લહેરના કોરોનાએ ગુજરાતની આરોગ્ય તંત્રની કમર તોડી નાખી છે. તેવામાં રાજ્યભરમાં હાલ બેડ અને ઓક્સિજન માટે બૂમરાણ મચી જવા પામી છે. અને હાલમાં રાજ્યમાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ તેવાં દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યમાં ચારેકોર ઓક્સિજનની બૂમરાણ મચી જવા પામી છે. જેને કારણે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. અને સ્વજનોનાં જીવ બચાવવા માટે ઓક્સિજન માટે સગાંઓ આમતેમ દોડધામ કરી રહ્યા છે.

વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાઈ શકે છે. શહેરમાં ઓક્સિજનનો દૈનિક ૧૬૦ મેટ્રિક ટન વપરાશ પહોંચી ગયો છે. શહેરમાં વધતાં કોરોના સંક્રમણને કારણે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. જેની સાથે ઓક્સિજનની માગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે હવે હોસ્પિટલોમાં ઓક્સિજનનો વેડફાટ રોકવાના પ્રયાસો હાથ ધરાયા છે.

જ્યારે સુરતમાં પણ ઓક્સિજનની જરૂરિયાત વધી છે. સુરતમાં રોજના ૨૫૦ ટન ઓક્સિજનની જરૂરિયાત છે. સતત વધતી જતી ઓક્સિજનની ડિમાન્ડને પગલે જામનગરથી ૧૬ ટન ઓક્સિજન મંગાવવામાં આવે છે. આમ સામાન્ય દિવસમાં સુરતમાં ૧૦ ટન ઓક્સિજનની જરૂરિયાત હતી. પણ હવે કેસો વધવાને કારણે તે સીધી જ ૨૫૦ ટન પર પહોંચી ગઈ છે. સુરતમાં ઓક્સિજન માટે ઓડિટ કમિટી બનાવાઈ છે. અને ૪ દિવસથી આ ઓક્સિજન ઓડિટ કમિટી કાર્યરત છે.

આ ઉપરાંત ભાવનગર શહેરમાં હોમ આઇસોલેશનમાં રહેલાં કોરોના પોઝિટિવ દર્દીઓની હાલત કફોડી બની છે. હોમ આઇસોલેશનમાં રહેલાં દર્દીઓને ઓક્સિજન કે રેમડેસિવિર ઈન્જેક્શન મળી રહ્યા નથી. સેવાભાવિ સંસ્થાઓ દ્વારા મફતમાં ઓક્સિજનનાં બાટલાઓ આપવામાં આવી રહ્યા છે. પરંતુ ફ્લોમીટરની શોટૅજથી દર્દીઓનાં સગાઓમાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં ફ્લોમીટર બજારમાં કોઈ જગ્યાએ ન મળતાં દર્દીઓને ઓક્સિજન લેવા માટે મુશ્કેલી પડી રહી છે.

કોરોનાકાળમાં અમદાવાદમાં ઓક્સિજનનો ઉપયોગ વધ્યો છે. ગુજરાતમાં ઓક્સિજનના ૫ મોટા ઉત્પાદકો છે. ૩ પ્લાન્ટ ઈનોક્સ,૧ પ્લાન્ટ રિલાયન્સ,૧ પ્લાન્ટ લીન્ડેનો છે. અને રોજનું ૧૨૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. પોલીસ સુરક્ષા સાથે ઓક્સિજનની સપ્લાય કરાય છે. એક પ્લાન્ટમાં રોજનુ ૧૦ ટન જેટલું ઓક્સિજન ફિલીંગ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/