fbpx
ગુજરાત

લોડ વધી જતાં કોવિન રજીસ્ટ્રેશન સર્વર ડાઉન, લોકોને ટાઇમ સ્લોટ મળતો નથી

મહેરબાની કરીને થોડાં સમય પછી પ્રયાસ કરો…એવા સંદેશા મળે છે, કોવિન એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન થયા વિના 18 થી 44 વર્ષની વયજૂથના લોકોને વેક્સિન નહીં મળે



સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ 18 થી 44 વર્ષની વયજૂથના લોકોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે પરંતુ આરોગ્ય સેતુનું સર્વર ડાઉન હોવાથી મુશ્કેલી થઇ રહી છે. લોકોને ટાઇમ સ્લોટ મળતા નથી. એટલું જ નહીં મહેરબાની કરીને થોડા સમય પછી પ્રયાસ કરો તેવો મેસેજ આવે છે.


ગુજરાતમાં ત્રીજા તબક્કાના વેક્સિનેશનનો 1લી મે થી પ્રારંભ થઇ રહ્યો છે. આ તબક્કામાં 18થી વધુ અને 44 વર્ષ સુધીની વયજૂથ નક્કી કરવામાં આવી છે. રાજ્યના શહેરોમાં જ્યારે યંગસ્ટર રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી રહ્યાં છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


દેશના વિવિધ રાજ્યોમાં 28મી એપ્રિલના રોજ સાંજે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઇ છે. કેટલાક વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થયું છે પરંતુ ટાઇમ સ્લોટ મળ્યો નથી. કેટલાક રજીસ્ટ્રેશનથી વંચિત રહ્યાં છે. કોવિન પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યું છે. જે કોઇ વ્યક્તિ રજીસ્ટ્રેશન કયર્િ વિના વેક્સિનેશન સેન્ટરમાં પહોંચી જશે તો તેને વેક્સિન મળી શકશે નહીં.


કેન્દ્રીય વિભાગે સ્વિકાર્યું છે કે જ્યારે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે સર્વર ડાઉનના કારણે મુશ્કેલીઓ આવી રહી છે પરંતુ તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અચાનક લોડ વધી જતાં આ ટેકનિકલ મુશ્કેલી શરૂ થઇ છે. મોટાભાગના યુઝર્સને એવો મેસેજ મળવા લાગ્યો કે કોવિન સર્વર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મહેરબાની કરીને થોડાં સમય પછી પ્રયાસ કરો.


કેટલાક યુઝર્સ તો આરોગ્ય સેતુ એપ્લિકેશન નહીં ખૂલવાની ફરિયાદ કરી રહ્યાં છે. તેમને એરર મેસેજ આવી રહ્યાં છે. ગુજરાતમાં આ વયજૂથમાં કોઇપણ સેન્ટર પસંદ કરવામાં આવે, તમામ જગ્યાએ વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવનાર છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે 45 વર્ષ અને તેથી વધુની વયના જે નાગરિકો વેક્સિનથી વંચિત રહી ગયા છે તેમને સ્થળ પર જઇને રજીસ્ટ્રેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે પરંતુ 18 થી 44ની વયજૂથમાં આવો કોઇ વિકલ્પ નથી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0