વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે શ્રેષ્ઠ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા
રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવીને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું. આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા.
કોરાના કાળમાં ગુજરાત પોલીસ દળના એક જવાબદાર અધિકારી તરીકે અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર તરીકે રાજ્યના નાગરિકોને મહામારીમાંથી બચાવવા માટે સરાહનીય કામગીરી કરનાર નવ જેટલા અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું હતું.
ક્રમ નામ હોદ્દો
૧ શ્રી એ. પી. ચૌહાણ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરત
ર શ્રી કે. ડી. જાડેજા પી.આઇ., શાહીબાગ પોલીસ સ્ટેશન, અમદાવાદ
૩ શ્રી એસ. જે. દેસાઇ પી. એસ. આઇ., ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
૪ શ્રી કે. એચ. રોયલા પી.એસ.આઇ., હરણી પોલીસ સ્ટેશન, વડોદરા
૫ શ્રી એ. બી. મિશ્રા પી.એસ.આઇ., વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા
૬ શ્રી યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ, ડી.સી. પોલીસ સ્ટેશન, રાજકોટ
૭ શ્રી મહેન્દ્રભાઈ ભીખાભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ, એલ.સી.બી., પશ્ચિમ રેલ્વે, અમદાવાદ
૮ શ્રી વિક્રમભાઈ પરબતભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કવાર્ટર, રાજકોટ
૯ સુશ્રી પૂજા રાજપૂત મહિલા લોકરક્ષક, કંટ્રોલરૂમ, સુરત શહેર
Recent Comments