fbpx
ગુજરાત

ખાતરના ભાવમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચો : સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ

કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર ૫૮%થી લઈને ૪૬% જેવો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે કરી છે.

ખાતરનવો ભાવ (રૂ)જુનો ભાવ (રૂ)ભાવવધારો
ડીએપી૧૯૦૦૧૨૦૦૫૮%
એનપીકે – ૧૦/૨૬/૨૬૧૭૭૫૧૧૭૫૫૧%
એનપીકે – ૧૨/૩૨/૧૬૧૮૦૦૧૧૮૫૫૨%
એનપી– ૨૦/૨૦/૦/૧૩૧૩૫૦૯૨૫૪૬%
નોંધ : ૫૦ કિલોની બેગના ભાવ

આ ભાવ વધારાથી ખેડૂતોને ૧૪૦૦ કરોડ રૂપિયાનું ભારણ વધશે અને સરકારને GSTની ૨૫૦ કરોડની વધારાની આવક થશે. આઝાદી પછીના આટલા વર્ષોમાં ક્યારે પણ આટલો મોટો ભાવ વધારો ખાતરમાં થયેલ નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા મટીરીયલ  (રો મટીરીયલ) ની કિંમત કોંગ્રેસના શાસનમાં વધતી ત્યારે સરકાર સબસીડી વધારતી હતી પરંતુ ખેડૂતોને તો ખાતર સસ્તું જ આપવામાં આવતું હતુ. તે જ રીતે સબસીડી વધારવામાં આવે અને ખેડૂતો ખાતરના ભાવ વધારાનો ભોગ ન બને તે જરૂરી છે. હાલ જુના ભાવનું ગુજરાત પાસે જે ખાતર છે તે જુના ભાવે જ આપવામાં આવે અને નવુ ખાતર ભાવ વધારો પાછો ખેંચી ને પછી જ આપવામાં આવે તેવી માંગણી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/